Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા ભારતના બાવન વસાહતીઓ સાથે અમાનવીય તથા ક્રુર વહેવારઃ ઇન્‍ડિયન અમેરિકન એકટીવિસ્‍ટ શ્રી ગુજારી સિંઘએ ઓરેગોન ફેડરલ કોર્ટમાં કરેલી અરજીનો સ્‍વીકાર

ઓરેગોનઃ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા ભારત,નેપાળ, તથા અન્‍ય દેશના વસાહતીઓને ઓરેગોનના કેદખાનામાં દયાહીન તેવી ક્રૂર અવસ્‍થામાં રાખ્‍યા હોવાથી ફેડરલ જજ સમક્ષ કરાયેલી અરજીનો ર૫ જુનના રોજ સ્‍વીકાર કરાયો છે.

અમેરિકન સિવીલ લિબર્ટીઝ યુનિયન એન્‍ડ ઇનોવેશન લો લેબ્‍સ દ્વારા આ ગેરકાયદે વસા હતીઓ સાથે ઓરેગનના આશ્રયસ્‍થાનમાં કરાતા અમાનવીય ક્રુર વહેવાર વિરૂધ્‍ધ ફેડરલ જજ સમક્ષ અરજી કરાઇ છે. જેમાં જણાવાયા મુજબ અમેરિકા વિશ્વના અન્‍ય દેશો માટે શ્રેષ્‍ઠ લોકશાહીની પ્રેરણાં સમાન છે ત્‍યાં નિરાશ્રીતો સાથેનો આવો વહેવાર આヘર્યજનક છે. તેવું ઇન્‍ડિયન અમેરિકન એકટીવિસ્‍ટ ગુજારી સિંઘએ જણાવ્‍યું છે. કે જેઓ શીખ અમેરિકન લીગલ ડીફેન્‍સ એન્‍ડ એજ્‍યુકેશન ફંડના પ્રવકતા છે.

ઉલ્લેખનીય છે કે ગેરકાયદે પ્રવેશેલા વસાહતીઓમાં બાવન ભારતના, ૧૮ નેપાળના, તથા ૩૫ અન્‍યો છે આ લોકોને એટર્ની રાખવાની પણ મનાઇ ફરમાવાઇ છે તેમની સાથે ગૂનેગાર જેવો વર્તાવ થઇ રહ્યો છે.

(10:51 pm IST)