Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ઇન્‍ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી જીજ્ઞા દેસાઇની અનોખી પહેલઃ આઠમા ગ્રેડમાં અભ્‍યાસ કરતા સગીર બાળકોને પોતાના અનુભવો તથા અપેક્ષાઓ વ્‍યક્‍ત કરવાની તક આપતો પ્રોગ્રામ તૈયાર કર્યો

યુ.એસઃ અમેરિકાની નોર્થઇસ્‍ટ મિડલ સ્‍કુલના આઠમા ગ્રેડના સ્‍ટુડન્‍ટસ તેમના અનુભવો વ્‍યક્‍ત કરી શકે તથા આપસમાં આદાન પ્રદાન કરી શકે તેમની અપેક્ષાઓનું વર્ણન કરી શકે તેમજ પોતાની આગવી ઓળખ આપી શકે તથા સામાજીક સમાનતા મેળવી શકે તે માટે માર્ગદર્શન આપતો પ્રોગ્રામ ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર મહિલા સુશ્રી જીજ્ઞા દેસાઇએ શરૂ કર્યો છે જેની કોમ્‍યુનીટી કોમ્‍યુનીટી ઉપર હકારાત્‍મક અસર થાય તેવો હેતુ છે.

સુશ્રી જીજ્ઞા દેસાઇ યુનિવર્સિટી ઓફ મિન્‍નેસોટામાં જેન્‍ડર, વીમેન, એન્‍ડ સેકસ્‍યુઆલિટી વિભાગના પ્રોફેસર છે.

(10:50 pm IST)