Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

કાયદેસર રીતે મેરીટ મુજબ વિઝા મેળવી અમેરિકા આવતા વિદેશી કુશળ કર્મચારીઓની દેશને જરૂર છે: તેઓ દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ થાય છે: H-1B વિઝા મેળવી અમેરિકા જતા ભારતીયો માટે લાભપ્રદ તેવું પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન

કાયદેસર રીતે કૌશલ્યના ધોરણે મેરીટ મુજબ વિઝા મેળવી અમેરિકા આવતા લોકો સામે કોઈ વાંધો નથી કારણકે દેશને કુશળ કામદારોની જરૂર છે.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું આ વિધાન ભારતીયો માટે ફાયદામાં છે.કેમ કે H- 1B વિઝા મેળવી કુશળતાના ધોરણે અમેરિકા જતા વિદેશીઓમાં મોટા ભાગના ભારતીયો હોય છે.જેમની અમેરિકાને જરૂર છે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટએ 8 મુસ્લિમ રાષ્ટ્રોના નાગરિકોના પ્રવેશ ઉપર ટ્રમ્પ સરકારે મુકેલી પાબંદીને માન્યતા આપતા પુછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે ઉપરોક્ત વિધાન કરી મેરીટ મુજબ કાયદેસર રીતે આવતા વિદેશી કુશળ કર્મચારીઓના આગમનને સમર્થન આપ્યું હતું.તથા જણાવ્યું હતું કે આ કર્મચારીઓ દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ થાય છે.

(11:28 am IST)