Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

સોશીઅલ મિડીયા ઉપર મુસ્‍લિમો વિરૂધ્‍ધ વંશીય ટિપ્‍પણી કરવા બદલ યુ.કે.સ્‍થિત ભારતીય મૂળના રોડેનચંદને ૨૦ માસની જેલસજા

લંડનઃ ગયા વર્ષે યુ.કે.ના માન્‍ચેસ્‍ટરમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ઇસ્‍લામોફોબિક સંદેશો સોશીઅલ મિડીયા ઉપર મુકવા બદલ બ્રિટન સ્‍થિત ભારતીય મૂળના ૩૧ વર્ષીય રોડેનચંદને બમિઁગહામ ક્રાઉન કોર્ટએ ૨૦ માસની જેલસજા ફરમાવી છે.

તેણે આ આતંકવાદી હુમલાને ધ્‍યાને લઇ મુસ્‍લિમો તથા મસ્‍જીદો ઉપર વળતા હુમલાઓ કરવાની હિમાયત કરતા આવી વંશીય ટિપ્‍પણી કરવા બદલ તેને ઉપરોક્‍ત સજા ફરમાવાઇ હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:02 pm IST)