Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

દુકાન ઉપર બ્રિટનનો ધ્‍વજ લહેરાવતા પહેલા તમારા વર્ણ અને વતનને યાદ કરોઃ ફુટબોલ વર્લ્‍ડ કપમાં ઇંગ્‍લાંડના વિજય માટે શુભકામના દર્શાવતો બ્રિટીશ ધ્‍વજ લહેરાવનાર શીખ સજ્જન ઉપર અનામી પત્ર

લંડનઃ ફુટબોલ વર્લ્‍ડ કપમાં ઇંગ્‍લેડના વિજયની કામનારૂપે લંડનમાં રહેતા એક શીખ વેપારીએ પોતાના સ્‍ટોર ઉપર બ્રિટીશ ધ્‍વજ લહેરાવેલો રાખતા તેના ઉપર વંશીય ટીપ્‍પણી કરતો અનામી પત્ર આવ્‍યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પત્રમાં લખ્‍યા મુજબ કોઇએ આ શીખ વેપારીને પોતાનો વર્ણ અને દેશ જોવા અપીલ કરી છે.

તથા બ્રિટનને બદલે પાકિસ્‍તાનનો ધ્‍વજ ફરકાવવા અનુરોધ કર્યો છે જો કે શીખ સજ્જને જણાવ્‍યા મુજબ તેઓ છેલ્લા ૪ દાયકાથી બ્રિટનમાં રહે છે તથા પોતાને રોજી રોટી આપનાર કર્મભૂમિ પ્રત્‍યે લાગણી ધરાવે છે તેથી વર્લ્‍ડ કપમાં બ્રિટનની ટીમ વિજેતા બને તેવા શુભ આશયથી તેણે ધ્‍વજ લહેરાવ્‍યો છે વેપારીને આવો પત્ર મળતા તેના પિતા બજારમાં જઇ બીજા ૪ ધ્‍વજ ખરીદી લાવ્‍યા હતા. તથા દુકાન ઉપર લહેરાવ્‍યા હતા.

(11:02 pm IST)