Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરતા વસાહતીઓને અટકાવવા ઇમીગ્રેશન કાયદા કડક કરાશેઃ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ

વોશીંગ્‍ટનઃ અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા વસાહતીઓ માટે ઇમીગ્રેશન કાયદામાં મોટા પાયે ફેરફાર કરવાનું અગ્ર ક્રમે થશે તેવું પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ જણાવ્‍યું હતું.

તેમણે પત્રકારોને જણાવ્‍યા મુજબ આવા ગેરકાયદે ઘૂસણખોરોને તાત્‍કાલિક દેશનિકાલ કરવા માટે કડક કાયદા બનાવાશે. હાલમાં આવા ઇમીગ્રન્‍ટસ ચારથી છ વર્ષ સુધી રોકાઇ રહ્યા પછી પણ પાછા જવાનું નામ લેતા નથી. તેમણે ડેમોક્રેટ સમર્થકોની પણ ટીકા કરતા જણાવ્‍યું હતું કે તેઓ ખુલ્લી સરહદોની હિમાયત કરે છે તે ગેરવ્‍યાજબી છે તેમને મિલીટ્રી કે ગૂનાખોરીની ચિંતા નથી. અમે તે બાબતને પ્રાધાન્‍ય આપીએ છીએ તેમ જણાવ્‍યું હતું.

(11:01 pm IST)