Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ક્લાઈમેટ જસ્ટિસ એડવોકેટ સુશ્રી નીના મોહનની કેલિફોર્નિયા એર બોર્ડ એડવાઈઝરી કમિટીમાં નિમણુંક : સાત સભ્યોની સલાહકાર સમિતિમાં સ્થાન મેળવ્યું

કેલિફોર્નિયા : ક્લાઈમેટ જસ્ટિસ એડવોકેટ  ઇન્ડિયન અમેરિકન સુશ્રી નીના મોહનની કેલિફોર્નિયા એર રીસોર્સીસ બોર્ડ એન્વાયરમેન્ટલ એડવાઈઝરી કમિટીમાં નિમણુંક થઇ છે. આ કમિટી માટે પસંદ કરાયેલા સાત સભ્યોની સલાહકાર સમિતિમાં તેમણે સ્થાન મેળવ્યું છે. તેવી કેલિફોર્નિયા એર રીસોર્સીસ બોર્ડે 20 મે ના રોજ ઘોષણાં કરી છે.

આ કમિટીમાં કેલિફોર્નિયા સમુદાયોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે, જેઓ ઉપર વાયુ પ્રદૂષણની  વધુ અસર પડે છે તેવા  અથવા લઘુમતી અથવા ઓછી આવક ધરાવતા લોકોનો સમાવેશ થાય છે.

સીઇજેએના ક્લાયમેટ જસ્ટિસ પ્રોગ્રામ મેનેજર તરીકે, સુશ્રી  નીના મોહને જણાવ્યું હતું કે તેમનું  લક્ષ્ય  પર્યાવરણ ક્ષેત્રે સમુદાયોની રક્ષા થાય તે માટે કેલિફોર્નિયાની હવામાન નીતિઓને આકાર આપવા માટેનું છે.

સુશ્રી નીના કેલિફોર્નિયા યુનિવર્સીટી બર્કલેના ગ્રેજ્યુએટ છે.તેઓએ એન્વાયરમેન્ટલ સાયન્સમાં બેચલર ડિગ્રી મેળવી છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:03 pm IST)