Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

સેક્સ ચેન્જ કરાવેલી વ્યક્તિનો પાસપોર્ટ ફરીથી કાઢવા માટે પાસપોર્ટ ઓફિસે હોસ્પિટલના ડોક્ટરનું સર્ટિફિકેટ માગ્યું : આધાર કાર્ડ ,પાન કાર્ડ ,તેમજ વોટર્સ કાર્ડમાં સુધારો કરાવ્યો હોવા છતાં ડોક્ટરના સર્ટિફિકેટનો આગ્રહ શા માટે ? : પુરુષમાંથી મહિલા બનેલી વ્યક્તિએ દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

ન્યુદિલ્હી : સેક્સ ચેન્જ કરાવી પુરુષમાંથી મહિલા બનેલ વ્યક્તિએ દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તેણે સેક્સ ચેન્જ કરાવેલ હોવાથી પોતાનો પાસપોર્ટ ફરીથી કાઢી આપવા અરજી કરી હતી. પરંતુ પાસપોર્ટ ઓફિસે સેક્સ ચેન્જ કરાવ્યાના આધાર રૂપે હોસ્પિટલના તબીબનું સર્ટિફિકેટ માગ્યું હતું.

પાસપોર્ટ ઓફિસની આ માંગણી ખોટી હોવાનું જણાવી સેક્સ ચેન્જ કરાવી મહિલા બનેલી વ્યક્તિ લસ્યા કહાલી સિંહ એ જણાવ્યું હતું કે તેણે આધાર કાર્ડ ,પાન કાર્ડ ,તેમજ વોટર્સ કાર્ડમાં સુધારો કરાવ્યો હોવા છતાં ડોક્ટરના સર્ટિફિકેટનો આગ્રહ શા માટે ?

જેના અનુસંધાને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયાધીશ જ્યોતિ સિંહની ડિવિઝન બેંચ દ્વારા કેન્દ્ર સરકારને નોટિસ આપવામાં આવી  હતી. તથા આજ શુક્રવારે પાસપોર્ટ નિયમો 1980  ને પડકારતી અરજી પર કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે અરજદાર લસ્યા કાહલી સિંહે ડિસેમ્બર 2019 માં તેનું નામ અને તેનું લિંગ પુરુષથી સ્ત્રીમાં બદલી નાખ્યું હતું..અરજદારને જાણ કરવામાં આવી હતી કે તેમનો જૂનો પાસપોર્ટ રદ થઈ ગયો છે અને જ્યાં સુધી હોસ્પિટલના સર્જનનું સર્ટિફિકેટ નહીં આવે ત્યાં સુધી  નવો પાસપોર્ટ હોલ્ડ પર મૂક્યો છે. અરજદારે ચિંતા વ્યક્ત કરી  હતી કે તે પાસપોર્ટ વિના થાઇલેન્ડના બેંગકોકમાં જઈ શકશે નહીં .

અરજદારે રજુઆત કરી હતી કે હોસ્પિટલનું સર્ટિફિકેટ માંગવું તે બાબત ઇન્ડિયન પીનલ કોડની કલમ 21 તથા ટ્રાન્સજેન્ડર પર્સન (રાઇટ્સ પ્રોટેક્શન) રૂલ્સ, 2020 અને ટ્રાંસજેન્ડર પર્સન (રાઇટ્સ પ્રોટેક્શન) એક્ટ, 2019 નું પણ ઉલ્લંઘન ગણાશે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:33 pm IST)