Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટર ઉપર એક જ શબ્દ લખ્યો " ચાઈના " : પ્રતિભાવ લોકો ઉપર છોડ્યો : તુર્તજ 112 હજાર લાઈક ,42 હજાર કોમેન્ટ ,અને 50 હજાર રીટ્વીટ જોવા મળી

વોશિંગટન : ટ્વીટર ઉપર સક્રિય રહેતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાઇરસ મહામારીના ફેલાવા માટે ચીનને જવાબદાર ગણી તેના ઉપર ખફા છે.કારણકે આ મહામારીએ અમેરિકામાં અનેક લોકોનો ભોગ લીધો છે.તથા અર્થતંત્ર ડામાડોળ કરી દીધું છે.
આ સંજોગોમાં ચીન ઉપર દાઝ ઉતારવા તેમણે ટ્વીટર ઉપર એક શબ્દ લખી તેનું અર્થઘટન લોકો ઉપર છોડી દેતા તુર્તજ 112 હજાર લાઈક,42 હજાર કોમેન્ટ ,અને 50 હજાર ઉપરાંત રીટ્વીટ થઇ હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:06 pm IST)
  • ગાંધીનગરમા વધુ એક કોરોના પોઝીટીવ ; ઇન્ફોસિટી પોલીસ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાન જયદીપસિંહ દલપતસિંહ વાઘેલા કોરોના પોઝીટીવ: હાલ ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ access_time 8:26 pm IST

  • ... તો ૨૮ દિવસ માટે બધા જ કોરનટાઇન : સુરતમાં કોઈ પણ સોસાયટી કે એપાર્ટમેન્ટમાંથી કેસો મળશે તો ૨૮ દિવસ સુધી કવોરન્ટાઈન કરાશે : સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન ન કરતી ૧૨૭ શોપને બંધ કરાવાઈ access_time 11:49 am IST

  • અમદાવાદનાં વધુ એક પોલસીકર્મીને કોરોના વળગ્યો : નિકોલ PSI કે ડી હડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : આ અગાઉ ઓઢવનાં PI શ્રી જાડેજાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો access_time 12:55 pm IST