Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

મોદી સજ્જન માણસ છે : મારી પસંદગીના વ્યક્તિ છે : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ આજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે મોદી સજ્જન માણસ છે.મારી પસંદગીના વ્યક્તિ છે.એટલુંજ નહીં મારા દેશના મીડિયા કરતા પણ ભારતના લોકો મને વધુ ચાહે છે.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને શ્રી નરેન્દ્ર મોદી વચ્ચે અવારનવાર ટેલિફોનિક વાતચીત થતી રહે છે.જે વાતો દરેક વખતે જાહેર કરાતી નથી.બંને  વચ્ચે ગાઢ મિત્રતા છે. આ અગાઉ પણ ટ્રમ્પ મોદીના વખાણ કરી ચુક્યા છે.

(1:55 pm IST)
  • સોમવારથી યુ.કે.માંથી કોરોના વાયરસ પ્રતિબંધો હટાવવાનું શરૂ થશેઃ બ્રિટીશ વડાપ્રધાન બોરીસ જોનસન access_time 11:10 am IST

  • મોદી - શાહ વચ્ચે મહત્વની બેઠક : લોકડાઉન-૫ પૂર્વે આજે અત્યારે ૧૧ાા વાગે ગૃહપ્રધાન અમિતભાઇ શાહ વડાપ્રધાનને મળી રહયાનું જાણવા મળે છે. આ પૂર્વે અમિતભાઇએ તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા કરી લોકડાઉન અંગે તેમના મન જાણ્યા હતા. ૩૧ મે પછી કોરોના અંગે શું રણનીતી અમલમાં મુકવી તેની અંતિમ ચર્ચા ચાલી રહી છે. access_time 11:51 am IST

  • રાજકોટમાં ફુંકાતા જોરદાર પવનો વચ્ચે ગરમીમાં આંશિક ઘટાડો : બપોરે ૩ વાગે ૩૯.૬ ડિગ્રીઃ ૩૪ કિ.મી.ની ઝડપે પવન ફુંકાય છે. access_time 3:56 pm IST