Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

અમેરિકામાં એન્ટી મેલેરિયા દવા હાઈડ્રોકસિકલોકવિન મામલે રાજકારણ ખેલાયું : ભારતીય મૂળના ડો.ભરત બારાઈએ પર્દાફાશ કર્યો

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ખુદ મેલેરિયા વિરોધી  દવા હાઈડ્રોકસિકલોકવિન લેતા હતા.તથા આ દવાને  વ્હાઇટ હાઉસના ચિકિત્સકોએ  જીવન રક્ષક ગણાવી હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેમના રાજકીય વિરોધીઓએ આ દવા પ્રમાણિત ન હોવાનું જણાવ્યું હતું .
આ બાબતે પર્દાફાશ કરતા ભારતીય મૂળના ડો.ભરત બારાઈએ જણાવ્યું હતું કે આ દવા રોગના પ્રતિકાર માટેનો શ્રેષ્ઠ ઈલાજ છે.પરંતુ વિરોધીઓએ તેની સાઈડ ઈફેક્ટને અનેકગણી વધારી દઈ તે પ્રમાણિત ન હોવાનું જણાવી રાજકારણ ખેલ્યું હતું.હકીકતમાં આ દવા એફડીએ માન્ય છે.તેમજ કોરોના વાઇરસના ઈલાજ માટેનો અસરકારક ઉપાય છે.જે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી ભારતે મોકલી હતી.
ઉલ્લેખનીય છે કે ડો.બારાઇ અગ્રણી કોમ્યુનિટી લીડર છે.તથા ઇન્ડિયાનાની  હોસ્પિટલ સાથે જોડાયેલા છે.તેઓ કેન્સર નિષ્ણાત તરીકે નામના ધરાવે છે.

(7:12 pm IST)