Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

બ્રાઝિલથી આવતા લોકો માટે ' નો એન્ટ્રી ' : બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં 16508 નવા કેસ થતા ટ્રમ્પ સરકારે લીધો મહત્વનો નિર્ણય

વોશિંગટન :  બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 16508 કેસ નોંધાયા છે. તેથી કુલ સંક્રમીતોની સંખ્યા 3 લાખ 65 હજારે પહોંચી ગઈ છે.આથી  ચોંકી ઉઠેલી ટ્રમ્પ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.જે મુજબ બ્રાઝિલથી આવતા લોકો માટે નો એન્ટ્રી એટલેકે પ્રતિબંધ લગાવી દીધો છે.
તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે તેઓ બ્રાઝિલથી આવનારા મુસાફરો પર રોક લગાવવાનુ વિચારી રહ્યા છે. વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યુ હતુ કે હુ નથી ઈચ્છતો કે તેઓ ત્યાંથી અહીં આવે અને અમારા લોકોને સંક્રમિત કરે. હુ નથી ઈચ્છતો કે ત્યાંના લોકો પણ બીમાર થાય. અમે વેન્ટિલેટર મોકલીને બ્રાઝિલની મદદ કરી રહ્યા છે. બ્રાઝિલ મુશ્કેલીમાં છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે જણાવ્યુ હતુ કે કદાચ બ્રાઝિલથી આવનારા મુસાફરોના પ્રવેશ પર બેન લગાવવામાં આવશે. આશા છે કે આ અસ્થાયી રૂપે હશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:16 pm IST)