Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ભારતમાં મોદીની સત્તા વાપસીને આવકારતા ૯૪ ટકા ઇન્ડિયન અમેરિકન પ્રજાજનોઃ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અમલી બનાવાયેલા સ્વચ્છ ભારત અભિયાન, મેઇક ઇન ઇન્ડિયા,, ડિજીટલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ પ્રોજેકટ તથા ઝડપી પાસપોર્ટ સેવા બદલ ફુલ્લી પાસઃ 'ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ'નો સર્વે

વોશીંગ્ટનઃ અમેરિકામાં વસતા ૯૩.૯ ટકા જેટલા ભારતીયોએ મોદીની સત્તા વાપસીને આવકારી છે. ભારતમાં સ્પષ્ટ બહુમતિ સાથે ચૂંટાઇ આવેલ ભારતીય જનતા પાર્ટીની ૨૦૧૪ની સાલથી ૨૦૧૯ની સાલ સુધીની કામગીરી અંગે સ્થાનિક ભારતીયોને પૂછાયેલા પ્રશ્નોના જવાબોમાં મોટા ભાગના ભારતીયોએ વતનમાં મોદીના નેતૃત્વને બિરદાવતા જવાબો આપ્યા હતા.

ખાસ કરીને મોદીના પ્રથમ પાંચ વર્ષના શાસન દરમિયાન પાસપોર્ટ સેવાઓ, સ્વચ્છ ભારત અભિયાન, મેઇક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ, સહિત તમામ પ્રોજેકટને આવકારી મોદીના નેતૃત્વનો બિરદાવ્યું હતું.

ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ (FIIDS)ના સર્વેમાં ઉપરોકત વિગત બહાર આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:18 pm IST)