Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

હાર્ટ હેલ્થ સંશોધનો માટે ગુપ્તા અગરવાલ ફાઉન્ડેશનએ પ મિલીઅન ડોલરનું ડોનેશન આપ્યુંઃ અમેરિકાના ટેકસાસ ખાતે આવેલા બેલોર સ્કોટ એન્ડ વ્હાઇટ દ્વારા કરાતા હાર્ટ સંશોધનોને વેગ આપવાનો હેતુ

ટેકસાસઃ યુ.એસ. સ્થિત ગુપ્તા અગરવાલ ફાઉન્ડેશનએ ટેકસાસ સ્થિત બેલોર સ્કોટ એન્ડ વ્હાઇટ હેલ્થ ફેસિલીટને હાર્ટ હેલ્થ સંશોધનો માટે પ મિલીયન ડોલરનું ડોનેશન આપ્યું છે.

પ્રજાજનોના આરોગ્યની સુરક્ષા માટે આપવામાં આવેલા આ ડોનેશન બદલ બેલોર સ્કોટ એન્ડ વ્હાઇટ ડલાસ ફાઉન્ડેશન પ્રેસિડન્ટ રોલાન્ડ કે. રોબિન્સનએ ગુપ્તા અગરવાલ ફાઉન્ડેશનના શ્રી સતીષ તથા શ્રી યાસ્મીન ગુપ્તાનો આભાર માન્યો હતો.

પ્રજાજનોની આરોગ્ય સુરક્ષામાં નિમિત બનવા બદલ ગુપ્તા અગરવાલ ફાઉન્ડેશન તથા એસ.બી. ઇન્ટરનેશનલના ફાઉન્ડર શ્રી સતીષ તથા શ્રી યાસ્મીન ગુપ્તાએ ખુશી વ્યકત કરી હતી.  

(8:17 pm IST)