Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

" પરાણે પ્રિત " : બ્રિટિશ નાગરિકોને વિદેશોમાં પરાણે લગ્ન કરવા મજબુર કરનાર દેશોમાં પાકિસ્તાન પ્રથમ ક્રમે : બીજા ક્રમે બાંગ્લાદેશ અને ત્રીજા ક્રમે ભારત : બ્રિટિશ સરકારનો અહેવાલ

લંડન : બ્રિટિશ સરકારના ગૃહ મંત્રાલયે તાજેતરમાં બહાર પાડેલા 2018 ની સાલના આંકડાઓ મુજબ વિદેશોમાં સ્થાયી થયેલા બ્રિટનના વતનીઓને સ્થાનિક પ્રજાજનો સાથે લગ્ન કરવા મજબુર કરનાર દેશોમાં 769 નાગરિકો સાથે પાકિસ્તાન પ્રથમ ક્રમે ,157 સાથે બાંગલાદેશ બીજા તથા 110 નાગરિકોની સંખ્યા સાથે  ભારત ત્રીજા ક્રમે છે. તેમજ 46 ની સંખ્યા સાથે સોમાલિયા ચોથા ક્રમે છે.

અહેવાલમાં વિશેષમાં જણાવ્યા મુજબ આ રીતે પરાણે લગ્ન કરાવવાની પ્રથા આજકાલની નથી વર્ષો જૂની છે.તેમજ તમામ દેશોમાં ફેલાયેલી છે.

(12:07 pm IST)