Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

''વર્ક પરમીટ'' ઉપર પ્રતિબંધ મુકવા ટ્રમ્પ વહીવટી તંત્રની તૈયારીઓ શરૃઃ અમેરિકન નાગરિકોને રોજી આપવાનો હેતુઃ વિદેશી મૂળના નાગરિકોના જીવનસાથીને અપાતા વર્ક વીઝા ઉપર બાન મુકવાનો પ્રસ્તાવ તૈયારઃ જો અમલ થાય તો મોટા ભાગના ભારતીય પરિવારો ઉપર આફતની નોબત

વોશીંગ્ટનઃ અમેરિકામાં વસતા વિદેશી નાગરિકોના જીવનસાથીને અપાતી વર્ક પરમીટ ઉપર પ્રતિબંધ મુકવા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ કાર્યવાહી શરૂ કરી દીધીછે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન વિદેશી નાગરિકોના જીવનસાથીને અમેરિકામાં કામ કરવા માટે H-4 વીઝા દ્વારા મંજુરી આપવામાં આવી હતી. જે રદ કરવા ટ્રમ્પ વહીવટી તંત્રએ ૨૨મે ૨૦૧૯ના રોજ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેનો હેતુ અમેરિકન નાગરિકોને રોજી પૂરી પાડવાનો છે.

જો કે આ પ્રસ્તાવ મંજુર થવામાં એકાદ વર્ષ જેટલો સમય લાગી શકે છે. તેમ છતાં જો ભવિષ્યમાં મંજુરી મળે તો ભારતીય મૂળના નાગરિકો ઉપર સૌથી વધુ અસર થવાની શકયતા છે.કારણકે મોટા ભાગના ભારતીયોની પત્ની H-4 વીઝા હેઠળ વર્ક પરમીટ અંતર્ગત જુદી જુદી નોકરીઓ તથા વ્યવસતીમાં રોકાયેલ છે. જેઓને ઉચાળા ભરવાની નોબત આવે તેવી ભતિ સેવાઇ રહી હોવાનું જાણવા મળે છે.

(8:34 pm IST)