Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

ટાટા ગૃપની TCSએ અમેરિકાની ટોપ ૫૦ કંપનીઓમાં સ્થાન મેળવ્યુંઃ ૩૧ માર્ચ ૨૦૧૯ના રોજ પૂરા થતા વર્ષમાં ૨૦.૯ બિલીઅન ડોલરની આવક કરીઃ ૨૦૧૪ની સાલથી અત્યાર સુધીમાં ૨૦ હજાર ઉપરાંત અમેરિકનોને નોકરી આપીઃ જુદા જુદા દેશની જુદી જુદી કોમ્યુનીટીના તમામ લોકોને સમાન તક આપી

યુ.એસઃ ટાટા ગૃપની ટાટા કન્સલ્ટન્સી કંપની (TCS)એ ૩૧ માર્ચ ૨૦૧૯ના રોજ પૂરા થતા વર્ષમાં ૨૦.૯ બિલીઅન ડોલરની આવક કરી યુ.એસ.ની ટોપ ૫૦ વિવિધ કંપનીઓમાં સ્થાન હાંસલ કર્યુ છે જે ૧૮૦૦ જેટલી કંપનીઓ પૈકીની પ્રથમ ૫૦ કંપનીઓમાં છે. જયાં જુદા જુદા દેશની જુદી જુદી કોમ્યુનીટીના કર્મચારીઓ કાર્યરત છે. તથા તમામ કોમ્યુનીટીના લોકોને સમાન તક આપે છે.

ઉલ્લેખનીય છે કે યુ.એસ. માં કાર્યરત આ કંપનીએ ૨૦૧૪ની સાલથી અત્યાર સુધીમાં ૨૦ હજાર ઉપરાંત અમેરિકન કર્મચારીઓને નોકરીમાં રાખ્યા છે. જેમાં ૧૫૦૦ તાજેતરમાં ગ્રેજ્યુએટ થયેલા યુવાનો છે. આ કંપની દેશને રોજગારી પૂરી પાડનાર સૌથી મોટી કંપની તરીકે ઊભરી આવી છે.

(8:08 pm IST)