Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

" ફેક ન્યુઝ " : મોદીની જીત થવાથી ઇન્ડિયન અમેરિકન શ્રીમંતે ન્યુયોર્કમાં1 લાખ ડોલરની નોટો ઉડાડી ખુશી વ્યક્ત કરી : સોશિઅલ મીડિયામાં વાઇરલ થયેલો વિડિઓ ફેક ન્યુઝ હોવાનું તારણ : વિડિઓ ચૂંટણી પરિણામો પહેલાનો એટલેકે 15 મે ના રોજનો છે : નોટો ઉડાડનાર વ્યક્તિ ઇન્ડિયન નહીં પણ આફ્રિકન અમેરિકન હોવાની સ્પષ્ટતા

ન્યુયોર્ક : 23 મે 2019 ના રોજ જાહેર થયેલા ભારતની લોકસભાની ચૂંટણીઓના પરિણામો મુજબ નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનવા જઈ રહ્યા હોવાનું જાણવા મળતા ઇન્ડિયન અમેરિકન શ્રીમંતે  ન્યુયોર્કમાં1 લાખ ડોલરની નોટો ઉડાડી ખુશી વ્યક્ત કરી તેવો વિડિઓ સોશિઅલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.તેવા સંજોગોમાં ટાઈમ્સ ફેક્ટ દ્વારા કરાયેલી ખરાઈ મુજબ સોશિઅલ મીડિયામાં વાઇરલ થયેલો વિડિઓ ફેક ન્યુઝ હોવાનું તારણ નીકળ્યું છે. વિડિઓ ચૂંટણી પરિણામો પહેલાનો એટલેકે 15  મે ના રોજનો છે તથા નોટો ઉડાડનાર વ્યક્તિ ઇન્ડિયન નહીં પણ આફ્રિકન અમેરિકન મ્યુઝિક પ્રોડ્યુસર હોવાનું બહાર આવ્યું છે.જે અન્ય કોઈ કારણસર નોટો ઉડાડી રહ્યો હતો.તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)