Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

પાકિસ્તાનમાં તોડી પડાયેલા પ્રાચીન ગુરુ નાનક પેલેસથી વિશ્વભરના શીખો નારાજ : પાકિસ્તાન સરકાર સમક્ષ વિરોધ નોંધાવવા પંજાબના સાંસદ હરસિમરત કૌરની વડાપ્રધાનને અપીલ

ચંદીગઢ : પાકિસ્તાનમાં તોડી પડાયેલા પ્રાચીન ગુરુ નાનક પેલેસથી વિશ્વભરના શીખો નારાજ  થયા હોવાનું જણાવી આ બાબતે પાકિસ્તાન સરકાર સમક્ષ વિરોધ નોંધાવવા પંજાબના સાંસદ  હરસિમરત કૌરએ વડાપ્રધાનને અપીલ કરી છે.

લાહોરથી 100કિલોમીટર જેટલા અંતરે આવેલ આ પેલેસ 400 વર્ષ જેટલો પ્રાચીન છે.જેની દીવાલો ઉપર ગુરુ નાનક દેવના ફોટાઓ છે.4 માળનું  આ બિલ્ડીંગ ગુરુ નાનકદેવજીની સ્મૃતિ સમાન છે.તેને તોડી પડી તેના બારી બારણાઓ પણ વેચી નાખી પાકિસ્તાન સરકારે વિશ્વવ્યાપત શીખોની લાગણી દુભાવી છે.આથી આ પ્રાચીન સ્મારક જળવાઈ રહે તે માટે પાકિસ્તાન સરકાર સમક્ષ વિરોધ નોંધાવવા પંજાબના સાંસદ  હરસિમરત કૌરએ વડાપ્રધાનને અપીલ કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:17 pm IST)