Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

5 લાખ જેટલા ભારતીયો અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે : દર છઠ્ઠો ભારતીય ગેરકાયદે ઇમિગ્રન્ટ : ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીનો ચોંકાવનારો અહેવાલ

વોશિંગટન : છેલ્લા 7 વર્ષમાં અમેરિકામાં વસતા ભારતીયોની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો હોવાના SAALT ના અહેવાલ સાથે  ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીનો અહેવાલ પણ ચોંકાવનારો છે.અહેવાલ મુજબ અમેરિકામાં વસતા ભારતીયો પૈકી દર છઠ્ઠો ભારતીય ગેરકાયદે ઇમિગ્રન્ટ છે.એટલે કે અંદાજે 5 લાખ જેટલા ભારતીયો અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. SAALT ના અહેવાલ મુજબ પણ 2016 ની સાલમાં વિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ રોકાઈ ગયેલા ભારતીયોની સંખ્યા 2 લાખ 50 હજાર જેટલી થવા જાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:33 pm IST)