Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

‘‘ગીતા કોન્‍ફરન્‍સ'': યુ.એસ.ના હયુસ્‍ટનમાં આજ ૨૬મે શનિવારના રોજ કરાયેલું આયોજનઃ પૂ.ગુરૂમા ગીતેશ્વરી સહિત વિદ્વાન વકતાઓને સાંભળવાનો લહાવો

હયુસ્‍ટનઃ ‘‘ગીતા કોન્‍ફરન્‍સ'' યુવાનો તથા પુખ્‍તવય સહિતના લોકોમાં નેતૃત્‍વના નિર્માણ સાથે તમામ સમસ્‍યાઓના નિકાલ માટે માર્ગદર્શન આપતા પ્રાચીન ગ્રંથ ગીતા વિષે સમજુતિ આપવા યુ.એસ.ના હયુસ્‍ટનમાં આજ ૨૬મે ૨૦૧૮ શનિવારના રોજ ‘‘ગીતા કોન્‍ફરન્‍સ''નું આયોજન કરાયું છે.

UH સ્‍ટુડન્‍ટ સેન્‍ટર સાઉથ ૪૪૫૫ યુનિવર્સિટી Blvd મુકામે સવારે ૯ વાગ્‍યાથી બપોરે ૪ વાગ્‍યા દરમિયાન યોજાનારી આ કોન્‍ફરન્‍સમાં મુખ્‍ય વકતા તરીકે પૂ.ગુરૂમા ગીતેશ્વરી શ્રી જોસેફ એમેટ, બ્રહ્મચારિણી શ્વેતા, તથા સુશ્રી સત્‍યા કાલરાના વકતવ્‍યનો લાભ મળશે.

કોન્‍ફરન્‍સમાં તમામ માટે વિનામુલ્‍યે પ્રવેશ છે. જે માટે રજીસ્‍ટ્રેશન કરાવવું જરૂરી છે. વિશેષ વિગત માટે ... દ્વારા સંપર્ક સાધવો. તેવું gitaconferncehouston@gmail.com દ્વારા જાણવા મળે છે.

(11:08 pm IST)