Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ઇન્ડિયન અમેરિકન સાયન્ટીસ્ટસ ડો.શાંતિ સ્વરૂપ તથા ડો.વિવેક પ્રભુને ''અમેરિકન કેમિકલ એવોર્ડ'': પોલીમર સાયન્સ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ અમેરિકન કેમિકલ સોસાયટી દ્વારા કરાયેલી પસંદગી

વર્જીનીઆઃ યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન સાયન્ટીસ્ટ શ્રી શાંતિ સ્વરૂપ તથા શ્રી વિવિકે એમ પ્રભુને અમેરિકન કેમિકલ એવોર્ડ આપી સન્માનિત કરાયા છે.

અમેરિકન કેમિકલ સોસાયટી દ્વારા એનાયત કરાયેલા  એવોર્ડ પૈકી શ્રી શાંતિ સ્વરૂપને એટલાઇડ પોલીમર્સ સાયન્સ ક્ષેત્રે એવોર્ડ વિજેતા ઘોષિત કરાયા છે. તેઓ PPG સિનીયર સાયન્ટીસ્ટ છે. તેમણે ભારતની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ફીઝીકલ કેમિસ્ટ્રી સાથે ડોકટરેટ ડીગ્રી મેળવેલી છે.

જયારે શ્રી વિવેક પ્રભુને તેમની ટીમ ઇનોવેશન કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ વિજેતા ઘોષિત કરાયા છે. તેઓ યુ.એસ.ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સ તથા નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ સ્ટાન્ડર્ડસ એન્ડ ટેકનોલોજી સાથે જોડાયેલા છે. તેમણે વર્જીનીયા પોલિટેકનિક ઇન્સ્ટીટયુટમાંથી કેલિકલ એન્જીનીયરીંગ સાથે બેચલર ડીગ્રી મેળવેલી છે. તથા યુનિવર્સિટી ઓફ મેસ્સેચ્યુએટસમાંથી પોલીમર સાયન્સ એન્ડ એન્જીનીઅરીંગ વિષય સાથે ડોકટરેટ ડીગ્રી મેળવી છે.

(8:52 pm IST)