Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

' પાકિસ્તાન નહીં સુધરે " : શિવ મંદિરમાં દર્શન કરવા જઇ રહેલા બે હિંદુઓને સુરક્ષાકર્મીઓએરોક્યા : શ્યામલાલ અને સજ્જનલાલ નામક બે ભાઈઓએ પોલીસ ફરિયાદ નોંધાવી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખા પ્રાંતમાં આવેલા પ્રાચીન શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરવા જતા સુરક્ષાકર્મીઓએ રોકતા બે હિન્દૂ ભાઈઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શ્યામલાલ અને સજ્જનલાલ નામક બે ભાઈઓએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓને મંદિરમાં દર્શન અને પૂજા કરવા જતા રોકવા તે બાબત કાનૂનની વિરુદ્ધ છે.તેથી તેઓ મંદિરમાં દર્શન પૂજા કરી શકે તેવી વ્યવસ્થા કરાવવા તંત્રને અનુરોધ કર્યો છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(11:25 am IST)