Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

પંજાબમાં 31 જાન્યુઆરી પછી 1 લાખ નહીં પણ 55 હજાર એનઆરઆઈ આવ્યા છે : સ્વાસ્થ્ય મંત્રાલયની સ્પષ્ટતા

જલંધર : પંજાબ સરકારે એક સપ્તાહ પહેલા પંજાબમાં 31 જાન્યુઆરી પછી અંદાજે  1 લાખ જેટલા એનઆરઆઈ આવ્યા હોવાથી કેન્દ્ર સરકાર પાસે રાહત પેકેજ માગ્યું હતું. પરંતુ હવે  સ્વાસ્થ્ય મંત્રાલયે જરૂરી તપાસ કરતા જાણવા મળ્યા મુજબ 1 લાખ નહીં પરંતુ 55669 એનઆરઆઈ આવ્યા છે.જેઓ સ્વૈચ્છિક પણે આઇસોલેટ થાય તો કોરોના ફેલાતો અટકાવી શકાય
વધુમાં જાણવા મળ્યા મુજબ આ માટે એરપોર્ટ સહિતના સ્થળેથી સૂચિ મંગાવાઈ છે તથા તાત્કાલિક આ અંગે કાર્યવાહી થઇ રહી હોવાનું પંજાબ સરકારે જણાવ્યું હતું જે દરમિયાન લોકો સહકાર આપે તેમ જણાવ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:36 am IST)
  • અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર નેહરાએ કહ્યું છે કે અમદાવાદમાં ૧૯ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. 327 શંકાસ્પદ કેસોમાંથી 287ના રીઝલ્ટ આવી ગયા છે, જ્યારે 18 કેસોના રિઝલ્ટની રાહ જોવાઇ રહી છે. access_time 8:51 pm IST

  • સાંજે 7:30 વાગે દેશમાં 96 કોરોના દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસો મહારાષ્ટ્રમાં 186 કેસો નોંધાયા છે, ત્યારબાદ કેરાળા બીજા નંબરે 182 કેસો છે. access_time 8:52 pm IST

  • દિલ્હીમાં આજે ૨૩ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા access_time 8:51 pm IST