Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

" સમયની બલિહારી " : બ્રિટનનું શાસન ભારતીય મૂળના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી ઋષિ સુનક અને હોમ સેક્રેટરી સુશ્રી પ્રીતિ પટેલના હાથમાં : પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન અને મહારાણી એલિઝાબેથ સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં : 200 વર્ષ સુધી ભારતમાં રાજ કરનાર દેશમાં હવે ભારતીયોનું શાસન

લંડન : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ઇતિહાસનું ચક્ર પણ ઊંધું ફેરવી નાખ્યું છે.જે મુજબ 200 વર્ષ સુધી ભારતમાં રાજ કરનાર બ્રિટનનું શાસન  હવે ભારતીયોના હાથમાં આવ્યું છે. તેના કારણમાં જાણવા મળ્યા  મુજબ બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન કોરોના વાઇરસના સકંજામાં આવી ગયા છે.તથા મહારાણી એલિઝાબેથ પણ સાવચેતીના હેતુસર  બંને એ પોતાની જાતને સેલ્ફ ક્વોરેન્ટાઇન કરી નાખી છે.પરિણામે તેમના વિશ્વાસુ ગણાતા અને મિનિસ્ટ્રીમાં મહત્વનો હોદ્દો ધરાવતા ભારતીય મૂળના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી ઋષિ  સુનક તથા હોમ સેક્રેટરી સુશ્રી પ્રીતિ પટેલને જવાબદારી સોંપતા તેઓ શાસનની ધુરા સાંભળી રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:36 pm IST)