Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

બ્રિટનના હોમ મિનિસ્ટર ભારતીય મૂળના સુશ્રી પ્રીતિ પટેલથી નારાજ સચિવનું રાજીનામું : છેલ્લા 10 દિવસથી મને હોદા ઉપરથી હટાવવાનું અભિયાન ચલાવી રહ્યા હતા

લંડન : બ્રિટનના હોમ મિનિસ્ટર ભારતીય મૂળના 47 વર્ષીય સુશ્રી પ્રીતિ પટેલથી નારાજ તેમના ડિપાર્ટમેન્ટના સચિવ ફિલિપ રત્નમે રાજીનામું આપી દીધું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
સચિવ ફિલિપે સુશ્રી પટેલ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 10 દિવસથી મને હોદા ઉપરથી હટાવવાનું અભિયાન ચલાવી રહ્યા હતા.પ્રાઈમ મિનિસ્ટરના સચિવના કહેવાથી મેં તેમની સાથે સમાધાનના પ્રયાસો કર્યા હતા.પરંતુ તેમણે મુલાકાત આપી નહોતી.તેમનું વર્તન ઉદ્ધત અને ભેદભાવ પૂર્ણ જોવા મળતું  હતું આથી વાજ આવી જઈ પ્રજાહિતમાં મેં રાજીનામુ આપી દીધું છે.તેમ જણાવ્યું હતું.
જોકે સુશ્રી પ્રીતિ પટેલના અંતરંગ વર્તુળો દ્વારા કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યાનો કે ઉદ્ધત વર્તન કર્યાનો ઇન્કાર કરાયો હતો.

(8:56 pm IST)