Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

યુ.એસ.માં સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતીય દૂતાવાસમાં ''૨૦૨૦ પ્રવાસી ભારતીય દિવસ'' ઉજવાયો

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સાનફ્રાન્સિસ્કો ખાતે આવેલી ભારતીય દુતાવાસ કચેરીમાં ૧૨ જાન્યુ.ના રોજ ''૨૦૨૦ પ્રવાસી ભારતીય દિવસ ઉજવાઇ ગયો. જે તકે ૩૫૦ જેટલા ઇન્ડિયન અમેરિકન્સએ હાજરી આપી હતી.

આ પ્રસંગે કોન્સ્યુલ જનરલ શ્રી સંજય પાંડેએ દૂતાવાસ કચેરી દ્વારા ભારતીયોને અપાતી પાસપોર્ટ, વીઝા, સહિતની વિવિધ સેવાઓની જાણકારી આપી હતી ઉપરાંત પાકિસ્તાન ખાતેના ભારતના પૂર્વ હાઇ કમિશ્નર શ્રી જી.પાર્થસારથી સાથે પ્રશ્નોતરીનું પણ આયોજન કરાયુ હતું. તથા ભારતના જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવવા અંગે તેમજ નાગરિકતા ધારા અંગે તેમણે સંતોષકારક જવાબો આપ્યા હતા.

 

(9:06 am IST)