Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

‘‘નેશનાલિઝમ એઝ એ ડેમોક્રેટિક રિસોર્સ-કમ્‍પેરીંગ ઈન્‍ડિયા એન્‍ડ પાકિસ્‍તાન એટ ૭૦'' : યુ.એસ.માં UC બર્કલેના ઉપક્રમે ૧ ફેબ્રુ.૨૦૧૮ના રોજ પ્રોફેસર માયા ટયુડરનો વાર્તાલાપ : તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ

કેલિફોર્નિયા : ઇન્‍સ્‍ટીટયુટ ફોર સાઉથ એશિયા સ્‍ટડીઝ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેના ઉપક્રમે ૧ ફેબ્રુ.૨૦૧૮ ગુરૂવારના રોજ ‘‘નેશનાલિઝમ એઝ એ ડેમોક્રેટિક રિસોર્સ-કમ્‍પેરીંગ ઇન્‍ડિયા એન્‍ડ પાકિસ્‍તાન એટ ૭૦'' વિષય ઉપર પ્રોફેસર માયા ટયુડરના વર્તાલાપનું આયોજન કરાયું છે.

સ્‍ટિફન્‍સ હોલ, UC બર્કલે કેમ્‍પસ, બર્કલે, કેલિફોર્નિયા મુકામે યોજાનારા આ વાર્તાલાપનો સમય સાંજે ૭ વાગ્‍યા થી રાત્રીના ૯ વાગ્‍યા સુધીનો રહેશે. જેમાં તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:53 pm IST)