Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

યુ.કે.માં વોરવિકશાયરના NRI શોપકીપર ૫૫ વર્ષીય શ્રી રાજ સંધુની બહાદુરી : સ્‍ટોરમાં હથોડા લઇ ભાંગતોડ કરવા તથા લૂંટ ચલાવવા માટે આવેલા ૩ દારૂડિયા હુમલાખોરોને ભગાડી દીધા

લંડન : યુ.કેમાં મેપોલ સ્‍ટોર્સ વોરવિકશાયર  કાઉન્‍ટી ખાતે વ્‍યવસાય કરતા NRI શોપકીપરએ તેમની શોપમાં હથોડા લઇ તોડફોડ મચાવી લંૂટ કરવા આવેલા ૩ દારૂડિયા હુમલાખોરોને સામાન્‍ય એવા કાર્ડબોર્ડ બોક્ષની આડસ  લઇ તેમની સાથે સંઘર્ષ કરી ભગાડી મુકવાનું બહાદુરીભર્યુ કાર્ય કરી બતાવ્‍યું હોવાનું જાણવા મળે છે.

NRI પપ વર્ષીય શ્રી રાજ સંધુએ જણાવ્‍યા મુજબ જો તેમણે લૂંટારાઓનો સામનો કર્યો ન હોત તો તેઓ મને મારી નાખત. ત્રણે લૂંટારૂઓ થોડી ઘણી લૂંટ ચલાવી સામનો થતા નાસી છૂટયા હતા.

ડાર્ક કલરની મર્સીડીસ લઇને આવેલા આ લૂટારૂઓ CCTV કેમેરામાં કેદ થઇ ગયા છે. પરંતુ તેઓ કયાં ભાગી ગયા છે તે વિષે જાણકારી મેળવાઇ રહી છે. જે માટે સોમવારે રાત્રે બનેલી આ ઘટના વિષે પોલીસ ડીપાર્ટમેન્‍ટએ નજરે જોનાર લોકોનો સહકાર માંગ્‍યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:53 pm IST)