Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

' વિવિધતા એવમ આશા ' : ક્રિસમસ તહેવાર નિમિત્તે મહારાણી એલિઝાબેથ બીજા નું ઉદબોધન : 94 વર્ષીય મહારાણી એલિઝાબેથે કોરોના મહામારી સમયમાં દિવાળી ,ઈદ ,તથા વૈશાખી તહેવાર વર્ચ્યુઅલ ઉજવવા બદલ સહુને બિરદાવ્યા

લંડન : બ્રિટનના 94 વર્ષીય મહારાણી એલિઝાબેથ બીજાએ ક્રિસમસ તહેવાર નિમિત્તે ' વિવિધતા એવમ આશા 'વિષય ઉપર ઉદબોધન કર્યું હતું.તથા કોરોના મહામારી સમયમાં દિવાળી ,ઈદ ,તથા વૈશાખી તહેવાર વર્ચ્યુઅલ ઉજવવા બદલ સહુને બિરદાવ્યા હતા.

આ વર્ષે સહુ પ્રથમવાર તેમણે બ્રિટનના શાહી પરિવારને એકત્ર કર્યા વિના ક્રિસમસ તહેવાર ઉજવ્યો હતો.તથા વર્તમાન સંજોગોમાં લોકોની સહિષ્ણુતાને બિરદાવી હતી.

તેમણે ઉમેર્યું હતું કે ખ્રિસ્તી ધર્મ વિશ્વ શાંતિનો સંદેશ આપે છે.જે સમગ્ર વિશ્વ માટે પ્રકાશ સમાન છે.દર વર્ષે આપણે એકબીજાના તહેવારો સાથે મળીને ઉજવતા હતા જે આ વર્ષે શક્ય બની શક્યું નથી.તેમછતાં આ મહામારીના સમયમાં એકબીજા પ્રત્યેની સહિષ્ણુતા પ્રશંસાને પાત્ર છે

(7:37 pm IST)