Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

અમેરિકાના નવ નિયુક્ત પ્રેસિડન્ટ જો બીડને એક વધુ ભારતીયને મહત્વનો હોદ્દો સોંપી કદર કરી : નેશનલ ઇકોનોમિક કાઉન્સિલ ડેપ્યુટી ડિરેક્ટર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી ભરત રામમૂર્તિની નિમણુંક

વોશિંગટન : અમેરિકાના નવ નિયુક્ત પ્રેસિડન્ટ જો બીડને એક વધુ ભારતીયને મહત્વનો હોદ્દો સોંપી કદર કરી છે.જે મુજબ શ્રી ભરત રામમૂર્તિની નિમણુંક અમેરિકાના નેશનલ ઇકોનોમિક કાઉન્સિલ ડેપ્યુટી ડિરેક્ટર તરીકે કરી છે.તેઓ બેન્કિંગ તથા કસ્ટમર કેર ક્ષેત્રે જવાબદારી સંભાળશે.તથા પ્રેસિડેન્ટના કન્ઝ્યુમર પ્રોટેક્શન અને બેન્કિંગ ડિપાર્ટમેન્ટને નવી પોલિસીઓનું પ્રદાન કરશે.

શ્રી રામમૂર્તિ કોરોના વાઇરસની અર્થતંત્ર ઉપર અસર બાબતે કોંગ્રેસ કમિટી ' કેર્સ એક્ટ '  ના મેમ્બર છે.રૂઝવેલ્ટ ઇન્સ્ટિટ્યૂટ થિન્ક ટેન્કના કોર્પોરેટ પાવર પ્રોગ્રામના મેનેજીંગ ડિરેક્ટર છે.

(8:33 pm IST)