Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

કોવિદ -19 થી મૃત્યુ પામેલા મુસ્લિમોના શબને અગ્નિદાહ આપવો પડશે : દફનાવી નહીં શકાય : શ્રીલંકાની સરકારના નિર્ણય વિરુદ્ધ મુસ્લિમોના દેખાવો

કોલંબો : કોવિદ -19 થી મૃત્યુ પામેલા મુસ્લિમોના શબને અગ્નિદાહ આપવો  પડશે દફનાવી નહીં શકાય તેવા શ્રીલંકન સરકારના નિર્ણય વિરુદ્ધ સ્થાનિક મુસ્લિમોએ મૂક દેખાવો કર્યા હતા.

આ દેખાવકારોને મતે કોરોના વાઇરસ સંજોગો વચ્ચે પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ શબને ફરજીયાત અગ્નિદાહ દેવાને બદલે દફનાવી શકવા માટે મંજૂરી આપેલી  છે.

દેખાવકારોના મંતવ્ય મુજબ ફરજીયાત અગ્નિદાહ દેવાની ફરજ પડવાથી અમારી ધાર્મિક લાગણી દુભાય છે.સામે પક્ષે સરકારના જણાવ્યા મુજબ કોરોના કહેરના સંજોગોમાં શબને દફનાવવાથી વાઇરસ ફેલાવાની ભીતિ રહે છે.

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ શ્રીલંકન સરકારને શબ દફનાવવા દેવા માટે અનુરોધ કર્યો છે.

હાલમાં શ્રીલંકામાં 38,059 લોકો કોરોના સંક્રમિત છે.અને 183 લોકોનું આ મહામારીથી મૃત્યુ થયું છે.

(12:32 pm IST)