Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

અમેરિકાના ટેક્સાસમાં આવેલા બ્રુકશાયરમાં હનુમાનજીનું મંદિર બનશે : 27 થી 29 નવેમ્બર દરમિયાન ભુમીપુજન કાર્યક્રમ યોજાયો : યજ્ઞ ,સંસ્કૃત ભાષામાં પ્રાર્થના સહીત વિવિધ કાર્યક્રમો યોજાયા : હ્યુસ્ટન ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલના પ્રતિનિધિઓ સહિતના અગ્રણીઓએ હાજરી આપી

ટેક્સાસ : અમેરિકાના ટેક્સાસમાં આવેલા બ્રુકશાયરમાં હનુમાનજીનું મંદિર બનાવવાનું આયોજન કરાયું છે. જે માટે 27 થી 29 નવેમ્બર દરમિયાન ભુમીપુજન કાર્યક્રમ યોજાયો હતો.
સખત ઠંડી ,વરસાદ ,અને કોવિદ -19 ના સંજોગો વચ્ચે પણ શ્રદ્ધાળુ વોલન્ટિયર્સની મહેનતથી યોજાયેલા ભૂમિ પૂજન કાર્યક્રમ અંતર્ગત 27 નવેમ્બરના રોજ યજ્ઞ કરાયો હતો.બાદમાં 28 નવેમ્બરના રોજ ધોધમાર વરસાદને કારણે તે દિવસનો કાર્યક્રમ 29 નવેમ્બરના રોજ યોજવામાં આવ્યો હતો.અનેક હિંદુઓ સ્પોન્સર બન્યા હતા.તથા ડોનેશન આપ્યું હતું.

આ પ્રસંગે બ્રુકશાયરના પ્રતિનિધિઓ તથા હ્યુસ્ટન ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.તથા સત્કાર્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
મંદિરના નિર્માણમાં ઓનલાઇન ડોનેશન આપવા માટે ઓનલાઇન @ https://hanumanjee.org/નો સંપર્ક સાધવા જણાવાયું હોવાનું આઇએએન દ્વારા જાણવા મળે છે

(8:28 pm IST)