Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

શ્રીલંકન મહિલા વકીલે ફેસબુક ઉપર મહાકાળીની અશ્લીલ તસ્વીર મુકતા બબાલ : તામિલ સંપ્રદાયના લોકોએ વિરોધ નોંધાવ્યો : સાઇબર એક્ટ હેઠળ કામ ચલાવવા માંગણી કરી

કોલંબો : ફેસબુક ઉપર એક શ્રીલંકન મહિલા વકીલે મહાકાળીની અશ્લીલ તસ્વીર મુકતા ભારે બબાલ મચી જવા પામી છે.સ્થાનિક તામિલ પ્રજાજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે.તથા મહિલા વકીલ વિરુદ્ધ સાઇબર એક્ટ હેઠળ કામગીરી કરવા રજુઆત કરી છે.

સ્થાનિક તામિલ પ્રજાજનોએ જણાવ્યું હતું કે ફેસબુક ઉપર આ તસ્વીર જોઈને વિદેશોમાં વસતા તમિલ પ્રજાજનોના પણ પત્રો અને ફોન આવવા લાગ્યા છે.તેઓએ રાષ્ટ્રપતિ સમક્ષ રજુઆત કરી છે.તેમજ ભારતના તામિલનાડુ ખાતેના શ્રીલંકન રાજદૂત સમક્ષ પણ રાજ્ય સરકારે વિરોધ નોંધાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં તામિલ સમુદાય સૌથી ઓછી સંખ્યામાં વસતી લઘુમતી કોમ છે. જેઓ હિન્દૂ ધર્મી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(11:43 am IST)