Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

અમેરિકાના ૩૧ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત

નેન્સી પટેલ લેઉવા પાટીદાર સમાજ ઓફ યુએસએ માં પ્રમુખ તરીકે

અમરેલી તા. ૪: મુળ બારડોલીના વતની નાના એવા સોયાણી ગામમાં જન્મ લઇને અમેરિકામાં સ્થાયી થયેલ નયના (નેન્સી) પટેલ (સોયાણી) અમેરિકામાં વસતા લેઉવા પાટીદાર સમાજના સંગન ''લેઊવા પાટીદાર સમાજ ઓફ યુએસએ''માં સમાજ સ્થાપનાના ૩૧ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા પ્રમુખ તરીકે ચુંટાઇને સમાજના પ્રમુખનો તાજ હાંસલ કરીને માત્ર ગુજરાત, ભારત જ નહિં પરંતુ સમગ્ર વિશ્વમાં સ્ત્રી સશકિતકરણનો પરચો બતાવ્યો  છે ત્યારે નેન્સી પટેલ પર સમગ્ર વિશ્વમાંથી અભિનંદનની વર્ષા થઇ રહી છે.

નેન્સી પટેલ અમેરિકાના લેઊવા પાટીદાર સમાજ ઓફ યુએસએમાં છેલ્લા ૯ (નવ) વર્ષથી સેવા આપે છે તથા સંગઠનની તમામ સમિતિઓમાં સભ્યપદ ધરાવે છે તેઓ ૬ રાષ્ટ્રીય સંમેલન તથા ૪ (ચાર) રિજનલ કોન્ફરન્સના સંચાલનનો અનુભવ ધરાવે છે, આ તકે અમરેલીના ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશીને તેઓએ જણાવ્યું હતું કે અમેરિકામાં પણ સ્ત્રીઓ હવે પોતાની સ્વતંત્ર વિચારધારા તથા કાર્યશૈલીથી જાગૃત થઇ છે તેના પરિણામે મને અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા હોવા છતાં પ્રમુખપદ મળ્યું છે જેનો મને આનંદ છે.સ આ તકે હરેશ બાવીશીએ અમરેલી જિલ્લા વતી અભિનંદન આપીને નેન્સી પટેલની નિમણુંકને ગુજરાત અને ભારતનું ગૌરવ ગણાવ્યું હતું.

(11:42 am IST)