Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતને ઝપટમાં લીધું : વાયુ પ્રદુષણ મામલે બેદરકાર હોવાનું જણાવ્યું

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ વાયુ પ્રદુષણ મામલે ભારતને પણ ઝપટમાં લીધું છે.
તેમણે જણાવ્યું હતું કે આ બાબતે ચીન અને રશિયાની માફક ભારત પણ બેદરકાર છે.જયારે અમે આ મામલે પુરેપુરા સાવચેત છીએ.અને પેરિસ સમજુતીનો અમલ કરીએ છીએ.એટલુંજ નહીં જ્યાંસુધી હું પ્રેસિડન્ટ છું ત્યાં સુધી વાયુ પ્રદુષણ મામલે સાવચેત રહીશ.
તેમણે ઉમેર્યું હતું કે ચીનમાં પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગોમાં કામ કરતા અમેરિકન લોકોને ચીન વતનમાં મોકલી દઈ પ્રદુષણ ફેલાવવાની કોશિષ કરે છે.આથી આવા ઉદ્યોગો સામે કડક પગલાં લેવા જરૂરી છે.

(1:21 pm IST)