Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

" તુમ કિસી ઓર કો ચાહોગી તો મુશ્કિલ હોગી " : ઋત્વિક રોશન ઉપર ફિદા પત્નીની હત્યા કરી ઈર્ષાળુપતિએ આત્મહત્યા કરી લીધી : અમેરિકામાં ન્યુયોર્ક સ્થિત ભારતીય મૂળના યુવાન 33 વર્ષીય દિનેશ્વર બુદ્ધિદત્તનું કારસ્તાન

ન્યુયોર્ક : બૉલીવુડ હીરો ઋત્વિક રોશન ઉપર ફિદા એવી પત્ની ડોન્ન્ને ડોજોયની તેના ભારતીય મૂળના પતિ 33 વર્ષીય દિનેશ્વર બુદ્ધિદત્તે હત્યા કરી નાખી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.વધુ આશ્ચર્યની વાત એ છે કે પત્નીની હત્યા કર્યા પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.

હજુ 4 મહિના પહેલા જ પરણેલા આ દંપતિ વચ્ચે ખટરાગ થતો હોવાથી આ અગાઉ પણ બંને વચ્ચે ઝગડા થયા હતા તેથી હકીકતમાં બંનેના મોતનું  શું કારણ છે તે અંગે પોલીસ તપાસ ચાલુ છે.

(12:40 pm IST)