Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

અમેરિકામાં BAPS શ્રી સ્‍વામિનારાયણ મંદિર, રોબિન્‍સવિલ્લે ન્‍યજર્સી મુકામે દિવાળી ઉત્‍સવ ઉજવાયોઃ સતત પ દિવસ સુધી કરાયેલી ઉજવણી અંતર્ગત દીવડાઓ પ્રગટાવી, રંગોળી પૂરી, રોશનીના ઝગમગાટ સાથે ફટાકડાની આતશબાજી તથા અન્નકુટ દર્શનનો લહાવો લઇ ભકતો ધન્‍ય બન્‍યા

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ. માં BAPS  શ્રી  સ્‍વામિનારાયણ મંદિરના  ઉપક્રમે સમગ્ર નોર્થ અમેરિકામાં ભારતનો લોકપ્રિય  તથા અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જતો તહેવાર દિવાળી ઉત્‍સવ ઉજવાઇ ગયો. જે અંતર્ગત રોબિન્‍સ વિલ્લે ન્‍યુજર્સી મુકામે પણ સતત પાંચ દિવસ સુધી કરાયેલી ઉજવણી અંતર્ગત દિવડાઓ પ્રગટાવી શ્રી સ્‍વામિનારાયણ ભગવાનને  અન્નકુટ ધરાવી ભકતજનો ધન્‍ય બન્‍યા હતા.  ફટાકડાની આતશબાજી સાથે નૂતન વર્ષાભિનંદન પાઠવી સહુ ભાવિકોએ  શ્રી સ્‍વામિનારાયણ ભગવાન, પૂ. મહંત સ્‍વામી તથા સંતોના આર્શિવાદ મેળવ્‍યા હતા. તથા અન્નકુટ પ્રસાદ મેળવ્‍યો હતો.

પૂજય મહંત સ્‍વામીએ આ તહેવાર નિમિતે  વિશ્વ ભારત સહુ ભકતજનો ઉપર શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની સતત કૃપા વરસતી રહે તેવા આર્શિવાદ પાઠવ્‍યા હતા. તથા સહુ સુખી, તંદુરસ્‍ત અને સમુદ્ધ બને તેવી કામના વ્‍યકત કરી હતી તેવું શ્રી લેનિન જોશીની યાદી જણાવે છે.

(1:42 pm IST)