Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભારતના પંજાબના યુવાનનો મૃતદેહ અમેરિકાની મિચીગન યુનિવર્સીટી નજીકથી મળી આવ્યો : સ્કૂલ ઓફ ક્રિમિનલ જસ્ટીસમાં અભ્યાસ કરતા યુવાનના શકમંદ મોતનું કારણ જાણવા પોલીસ ડિપાર્ટમેન્ટની મથામણ ચાલુ

મિચીગન : અમેરિકાની મિચીગન યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા ભારતના પંજાબના લુધિયાણા ડિસ્ટ્રિક્ટના વતની યુવાન અભી બરારનો મૃતદેહ યુનિવર્સીટી કેમ્પસ નજીક પાર્ક કરેલી મોટરમાંથી મળી આવ્યો છે.શકમંદ હાલતમાં મૃત્યુ પામેલા મનાતો યુવાન મિચીગન યુનિવર્સીટીની સ્કૂલ ઓફ ક્રિમિનલ જસ્ટીસમાં અભ્યાસ કરતો હતો.તેના માતાપિતા પણ અમેરિકામાં મિચીગન મુકામે રહે છે. પરંતુ યુવાન હોસ્ટેલ કેમ્પસ નજીક અલગ રહેતો હતો.મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.પોલીસ તપાસ ચાલુ છે. યુવાનના મોટા ભાગના કુટુંબીઓ અમેરિકામાં સ્થાયી થયા હોવાથી તેનો મૃતદેહ પંજાબ લઇ જવાને બદલે અમેરિકામાં  તેની અંતિમ ક્રિયા કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:38 pm IST)