Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

અમેરિકાના ડલાસમાં ભારતીય સંસ્કૃતિની વાહ..વાહ.. ગુરૂકુળમાં ભારતીયો ગરબે ઘુમ્યા અને ઝુમ્યા

અમેરિકાના ડલાસ ગુરૂકુળ ખાતે નવરાત્રીના નવ દિવસ માટે યોજાયેલ રાસ-ગરબામાં ગુજરાતીઓ સહિત ભારતીયો જોડાયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૧૬ : સ્વામિનારાયણ ગુરુકુળ યુ.એસ.એ. - ડલાસ દ્વારા અનેરા નવરાત્રીના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદેશમાં વસતા ગુજરાતીઓ, અન્ય પરપ્રાંતીયો અને તેમના બાળકોને આપણા નવરાત્રી ઉત્સવનો પરિચય થાય અને સાથે સાથે આપણી સંસ્કૃતિ સાથેઙ્ગજોડાણ મજબૂત થાય તે માટે નવરાત્રીના નવે-નવ દિવસ નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુરૂકુળનો ડાઇનિંગ હોલ કે જે આશરે ૧૦૦૦૦ ચો.ફી. જેટલો વિશાળ છે તેમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સાથે લગભગ ૧૦૦૦ ખલૈયાઓ રાસ રમી શકે તેવી સુવિધાઓ સાથે અનુપમ ડેકોરેશન અને માતાજીની મઢુલી તૈયાર કરવામાં આવી હતી. આ માટે રસિકભાઈ વોરા, રમેશભાઈ કાકડિયા વગેરેએ સેવા આપી હતી.ઙ્ગ

આ ઉત્સવમાં ભાગ લેવા માટે કોઈ ફી રાખવામાં આવી ન હતી. પહેલે દિવસથી જ નાના-મોટા ગરબા-રાસનાઙ્ગ રસિયાઓ ઉમટી પડ્યા હતા. તેમાં પણ શુક્રવાર અને શનિવારના રોજ લગભગ ૧૫૦૦ ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. ભાતીગળ ડ્રેસમાં નાના-નાના બાળકો આનંદથી રાસ-ગરબા-સનેડો વગેરે નવા અને જુના ગરબાને સંગાથે ઝુમતા હતા. ગુરુકુળના વિશાળ પ્રાર્થના મંદિરમાં બાળકો આનંદથી રમતા હતા. તો વડીલો પોતાની ઉંમરના મિત્રો સાથે અલક-મલકની વાતો કરતા રહેતા. અને માતા-પિતા નચિંત થઈને ગરબા કરતા. ગુરુકુળની મર્યાદા જળવાય રહે તે રીતે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પુરૂષો અને  સ્ત્રીઓના ગરબાના વર્તુળો અલગ-અલગ રહેતા જેથી સહુ કોઈ શાંતિથી અને મર્યાદા જળવાય રહે તેમ આ ઉત્સવ માણતા હતા.ઙ્ગ

સાંજના ૮ વાગ્યા થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી રાસ-ગરબાની રમઝટ ચાલતી. અને શુક્રવાર અને શનિવારે તો રાત્રીના ૧૨ વાગ્યા સુધી પણ કોઈ જવાનું નામ લેતું નહિ.

વિદેશની ધરતી ઉપર હવે તો ભારતની બધી વસ્તુઓ મળે છે. અને ધાર્મિક સ્થળો અને તે સંબંધી આયોજન પણ ચારે બાજુ થવા મંડ્યા છે. પણ સંસ્કાર સાથે આનંદ, સંસ્કૃતિ સાથે ઓળખાણ, અને મર્યાદા સાથેના ઉત્સવનો સુમેળ તો સ્વામિનારાયણ ગુરુકુળમાં જેવો જોવા મળ્યો તેવો અન્ય કોઈ સ્થળે જોવા નથી મળતો. વંદનીય સંતોના માર્ગદર્શન નીચે હરિભકતોની મોટી ટિમ આ ઉત્સવ દરમ્યાન સેવા માટે કટિબદ્ઘ થઇ હતી. તેમાં પણ મહિલામંડળના બહેનોએ હંમેશની જેમ પરિવારની જવાબદારી અદા કરતા-કરતા ખુબ સેવા કરી હતી. બહેનો હરિભકતોમાં કંચનબેન રામાણી, મેહાબેન માલાણી,ઙ્ગ અમિતાબેન માલાણી, વિલાસબેન ગજેરા, નીતાબેન બાબરીયા, સંગીતાબેન પટેલ, ભકિતબેન પટેલ, અરુણાબેન પટેલ, તોરલબેન પટેલ, તૃપ્તિબેન પટેલ, વૈશાલીબેન કાનપરીયા, વિમળાબેન કોઠીયા, સોનલબેન શેખડા, ઝંખનાબેન પટેલ, કરુણાલતાબેન પટેલ, અમીબેન શેઠ, શિલ્પાબેન ગજેરા, જુલીબેન અને યશવીબેન બાબરીયા, નિમિષાબેન વિરાણી એમ કેટલાય બહેનોએ સેવા આપી હતી.

(3:21 pm IST)