Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

યુ.કે.સ્‍થિત ભારતીય મૂળના કમલ બેન્‍સને ૧ર માસની જેલ સજાઃ ભાડે આપેલા મકાનમાં ફાયર સેફટી સુવિધા ન રાખવાથી ર બાળકોના આગમાં મૃત્‍યુ થવા માટે જવાબદાર

લંડનઃ યુ.કે. માં મકાન ભાડે આપનાર ભારતીય મૂળના કમલ બેન્‍સને ૧ર માસની જેલસજા થઇ છે. તેણે ભાડે આપેલા મકાનમાં ફાયર સેફટી સુવિધા ન મુકી હોવાથી શોર્ટ સર્કીટના  કારણે લાગેલી આગથી તેમાં રહેતા એક પરિવારના ર બાળકોનું મોત થયું હતુ.

આ અંગેનો  કેસ ચાલી જતા કોર્ટએ  ફાયર સેફટી એલાર્મ નહી મુકવાના આરોપસર ઉપરોકત સજા ફરમાવી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:59 am IST)