Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ઇન્‍ડિયન સિનિઅર્સ ઓફ શિકાગોના ઉપક્રમે ૧૪ જુલાઇના રોજ રથયાત્રા તથા પિકનિકનું આયોજન કરાયું: કિર્તન,ભજન,આરતી,,રમતગમત, સ્‍વાદિષ્‍ટ ભોજન, બર્થ ડે શુભેચ્‍છા સહિતના કાર્યક્રમોથી ૩૨૫ જેટલા સભ્‍યો ભાવવિભોર

 ઇન્‍ડિયન સિનિયર્સ ઓફ શિકાગોના સભ્‌યો દ્વારા  શનિવાર તારીખ ૧૪ જુલાઈ ,૨૦૧૮ ના રોજ બસી વુડ ગ્રોવ નંબર ૩૨ પર વાર્ષિક પિકનિકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

પિકનિકમાં ૩૨૫ જેટલા સભ્‌યોએ હાજરી આપી હતી. સવારે ૧૦:૦૦ વગેથી સાંજના ૬:૩૦ સુધી ચાલેલી પિકનિકમાં બર્થ ડે ઉજવણી, વિવિધ રમતો, રથયાત્રા વગેરે પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી.સવારે ૧૦:૦૦ વાગ્‍યાથી પીકનીક સ્‍થળે આવતા સભ્‍યોનું સ્‍વાગત અને રજીસ્‍ટ્રેશન કરવાની કામગીરી શ્રી મણિલાલ પટેલ, શ્રી નટવરલાલ પટેલ, શ્રી ભીખાભાઇ પટેલ, શ્રી ચંદ્રકાન્‍તભાઈ પટેલ અને શ્રી ચીમનલાલ પટેલે સંભાળી હતી. સ્‍વર્ણ ઝરમર વરસતા વરસાદ સાથે ગરમગરમ ગોટા, ફાફડા, જલેબી, ચટણી આરોગવાનો અનેરો આનંદ બધા સભ્‍યોએ માણ્‍યો હતો.

      ત્‍યારબાદ શ્રી ભુપેન્‍દ્રભાઈ સુથાર, શ્રીમતી હેમા દેસાઈ, શ્રીમતી મયુરા દેસાઈ, શ્રીમતી નયનાબેન દ્વિવેદી અને શ્રી સંદીપ શેઠે સર્વધર્મ પ્રાર્થના ગઈ હતી. સર્વે સભ્‌યોએ હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. ટ્રેઝરર શ્રી સીવી દેસાઈએ જૂન મહિનાનો આવક જાવકનો હિસાબ વિગતવાર રજૂ કર્યો હતો.

        શ્રી ભુપેન્‍દ્રભાઈ સુથારે  અને સંદીપ શેઠે જુલાઈ માસમાં જેમના જન્‍મ દિવસ આવતા હતા તેમને આગળ બોલાવી જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવવા સૌ ભાઈ-બહેનોએ શ્રી ભુપેન્‍દ્રભાઈ સુથાર અને શ્રી  સંદીપ શેઠની સાથેબાર બાર એ દિન આયે, તુમ જીઓ હઝારે સાલ, હેપી બર્થ ડે ટુ યુ' ગાઈને  બર્થ ડે ની શુભેચ્‍છા પાઠવી હતી. આજના ગેસ્‍ટ શ્રી ડાહ્યાભાઈ પ્રજાપતિ ના હસ્‍તે બર્થ ડે કાર્ડ દરેક બર્થ ડે વાળા સભ્‌યને આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું  તે પછી ગ્રુપ ફોટો લેવામાં આવ્‍યો હતો.

વાર્ષિક પિક્‍નિકની સફળતા માટે જે સભ્‍યોએ રોકડે વસ્‍તુના સ્‍વરૂપમાં ડોનેશન આપ્‍યું હતું તે સર્વેને પ્રેસિડન્‍ટ ડૉ. નરસિંહભાઇ પટેલે આવકાર્યા હતા અને અભિનંદન આપ્‍યા હતા. તે પછી બધા સભ્‍યોનો ગ્રુપ ફોટો લેવામાં આવ્‍યો હતો. ટ્રેઝરર શ્રી સી વી દેસાઈ અને તેમની પત્‍ની શ્રીમતી મયુરા દેસાઈના ૮૫ મોં  જન્‍મદિન  તેમના પરિવારના સભ્‍યોએ  ભવ્‍ય રીતે ઉજવ્‍યો હતો. સુંદર કેક કાપીને બધા  તથા પરિવારના સભ્‍યોએ શ્રી દેસાઈ કપલને શુભાઈચ્‍છાઓ પાઠવી હતી.

 ત્‍યારબાદ સભ્‍યો માટે ચા-કોફી અને બિસ્‍કિટની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી અને બીજી બાજુ વિવિધ રમતોનું આયોજન થઈ રહ્યું હતું. બકેટ બોલ થ્રો, બિન બેગ થ્રો, લેડર બોલ થ્રો, લીંબુ ચમચા દોડ, અને બોલ પાસ જેવી ગેઈમો રમાડવામાં આવી હતી. ઘણા બધા સભ્‌યો એ જુદી જુદી રમતોમાં ભાગ લીધો હતો. સ્‍પર્ધાના વિજેતાઓને ઇનામોમાં ગિફટ કાર્ડ આપવામાં આવ્‍યા હતાં. શ્રી દિલીપ પટેલ, શ્રી અરવિદ પટેલ, શ્રી દુર્ગેશ શાહ, શ્રી ચંદ્રકાન્‍ત શાહ, શ્રી ચંદ્રકાન્‍ત પટેલ, શ્રી સત્‍યેન મહેતા, શ્રી ભુપેન્‍દ્ર સુથાર, શ્રીમતી નીલિમા શેઠ  તથા અન્‍ય વોલેન્‍ટિયર ભાઈ બહેનોએ રમતોના સંચાલનમાં મદદ કરી હતી તે બધા સભ્‌યોને અભિનંદન આપવામાં આવે છે. રમતોની સાથે સાથે શ્રીમતી પલ્લવીબેન શાહ તરફથી આપવામાં આવેલ આઈસ્‍ક્રીમ બધા ભાઈ બહેનોએ આનંદથી ખાધો હતો અને શ્રીમતી પલ્લવીબેન શાહને શુભચ્‍છા પાઠવી હતી.

આજે અષાઢી બીજ એટલે કે રથયાત્રાનો પવિત્ર દિવસ હતો. આ પ્રસંગે શ્રી જગન્‍નાથજીની રથયાત્રાનું આયોજન શ્રી ભુપેન્‍દ્ર સુથાર, ગીતા સુથાર તથા શ્રી સંદીપ શેઠ વગેરે  કર્યું હતું. વાજતે ગાજતે ભજનો ગાતાં ગાતાં રથયાત્રામાં સભ્‌યો જોડાયા હતા.શ્રી જગન્‍નાથજીની આરતી ઉતારવામાં આવી હતી.

૨૦૧૭ ના વર્ષમાં જે સભ્‌યો હતા તેમાંથી જે સભ્‍યો ૨૦૧૮ ના વર્ષમાં સભ્‍ય તરીકે ચાલુ રહ્યા છે તેઓને ઈન્‍ડિયન સિનિયર્સ ઓફ શિકાગો તરફથી પીકનીક સ્‍થળ પર લ્‍હાણી આપવામાં આવી હતી. લ્‍હાણી મેળવનાર દરેક સભ્‍ય લ્‍હાણી મળવાથી ઘણા સંતોષ અનુભવતા હતા.

  ટીવી એશિયાના શ્રીમતી વંદનાબેન આજની પીકનીક -સંગે પધાર્યા હતા. તેમણે સમગ્ર કાર્યક્રમનું વિડીયો રેર્કોડિંગ કર્યું હતું. અને કારોબારી કમિટીના સભ્‍યો સાથે વાર્તાલાપ રેકોર્ડ કર્યો હતો. શ્રીમતી વંદનાબેનનો સંસ્‍થા વતી આભાર માનવામાં આવ્‍યો હતો.

   ભારતીય સિનિયર સિટીજન ઓફ શિકાગોના  પ્રેસિડન્‍ટ શ્રી હરિભાઈ પટેલ તથા કારોબારી કમિટીના હોદ્દેદારો, સભ્‍યો તથા યુનાઈટેડ સિનિયર પરિવારના વાઇસ પ્રેસિડન્‍ટ શ્રી છીતુભાઈ તથા કારોબારી કમિટીના હોદ્દેદારો તથા કમિટીના સભ્‍યો પિકનિકમાં પધાર્યા હતા. તેમનું ઉષ્‍માભયુઁ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. અને આભાર માનવામાં આવ્‍યો હતો.

 વિજેતા સભ્‍યોના નામ રમત સાથે નીચે મુજબ છે.

રમતનું નામ          

પ્રથમ વિજેતા

બીજા વિજેતા

ત્રીજા વિજેતા

(૧) બકેટ અને બોલ થ્રો

ભાનુબેન મહેતા      

નીલા શાહ

સ્‍મિતા શાહ       

(૨)  બિન થ્રો      

હરગોવિંદભાઈ

હેમાબેન પટેલ        

પટેલ   અનિલભાઈ પરીખ

(૩) લેડર બોલ થ્રો     

અશ્વિન શેઠ            

વિદ્યા જોશી

જયશ્રી પુવાર  

(૪) લીંબુ ચમચા ગેઈમ

જ્‍યોત્‍સ્‍ના શાહ  

પુષ્‍પા સુરતી     

કૈલાસ એમ પટેલ

(૫) બોલ પાસ ગેઈમ

ભાવનાબેન શાહ 

ચંદ્રવદન પટેલ

નેહા શાહ                      

 

  વિજેતા ભાઈ બહેનોમાં દરેક રમતના પહેલા નંબરને ડોલર ૧૦ નું અને બીજા અને ત્રીજા નંબરને ડોલર ૫ નું ગિફટ કાર્ડ શ્રી પુરૂષોત્તમભાઈ  પંડયા અને શ્રી માધુભાઈ પટેલના  હસ્‍તે આપવામાં આવ્‍યાં હતા.

 અંતમાં બધા સભ્‍યોએ સ્‍વાદિષ્ટ ભોજન લઈને પિક્‍નિકની લીધેલી મજાનાં સંસ્‍મરણો સાથે વિદાય લીધી હતી. તેવું શ્રી નરસિંહભાઇ પટેલના અહેવાલ સાથે શ્રી ચિતરંજન દેસાઇની યાદીમાં જણાવાયું છે.

(11:21 pm IST)