Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

‘‘ચિનગારી'': ગુજરાત તથા ઝિમ્‍બાબ્‍વેના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વસતા બાળકોને ઉચ્‍ચ શિક્ષણ અપાવવા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામઃ યુ.એસ.ના એશિઅન અમેરિકન સિનિયર સેન્‍ટર ઓફ ધેરેવિલે તથા શ્રી ગટુભાઇના સંયુક્‍ત ઉપક્રમે ૧૧મે ૨૦૧૮ મધર્સ ડે નિમિતે કરાયેલુ આયોજનઃ શ્રી કિરીટ મિસ્‍ત્રીના ગીત,ગઝલ તથા ગરબાની મોજ માણવાનો લહાવો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ ભારતના ગુજરાત તથા ઝિમ્‍બાબવેના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વસતા બાળકોને ઉચ્‍ચ શિક્ષણ અપાવવા ‘‘ચિનગારી'' ફંડ રેઇઝીંગ પ્રોગ્રામનું યુ.એસ.ના ઘેરેવિલે ન્‍યુજર્સી મુકામે આયોજન કરાયું છે.

૧૧મે ૨૦૧૮ના રોજ મેધર્સડેની ઉજવણી નિમિતે એશિઅન અમેરિકન સિનીયર સેન્‍ટર ઓફ ધેરેવિલે તથા મેડીકેર ઇન્‍સ્‍યુરન્‍સ એડવાઇઝર શ્રી ગટુભાઇના સંયુક્‍ત ઉપક્રમે યોજાનારા આ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં શ્રી કિરીટ મિસ્‍ત્રીના ગીત, ગઝલ તથા ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્‍યો છે. જેનો સમય બપોરે ૩ વાગ્‍યાથી સાંજના ૭ વાગ્‍યા સુધીનો છે.

ડીનર સાથેની આ ઉજવણીમાં શામેલ થવા માટે મેમ્‍બર્સ માટે ૮ ડોલર તથા નોન મેમ્‍બર્સ માટે ૧૦ ડોલર ફી રાખવામાં આવી છે. લીમીટેડ સીટ હોવાથી ૧ મે ૨૦૧૮ સુધીમાં રજીસ્‍ટ્રેશન કરાવી લેવા જણાવાયુ છે. જે માટે શ્રી સુભાષ દોશી કોન્‍ટેક નં. (૭૩૨) ૬૯૨ ૪૦૨૭, અથવા સુશ્રી મંજુલા પટેલ (૭૩૨) ૫૨૫-૦૫૨૨અથવા શ્રી ગટુ મિસ્‍ત્રી (૯૭૩)૫૯૪ ૦૨૬૧ અથવા ફ્રી લાન્‍સ યુ.એસ. મિડીયા (૭૩૨) ૯૩૯ ૪૫૭૦ નો સંપર્ક સાધવા શ્રી ગોવિંદ શાહની યાદીમાં જણાવાયું છે.

(10:01 pm IST)