Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ (IAICC)ના ઉપક્રમે ન્યુયોર્ક ચેપ્ટરનું લોંચીંગ કરાયું

ન્યુયોર્કઃ યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ (IAICC)ના ઉપક્રમે ૬ નવેં.૨૦૧૯ના રોજ ન્યુયોર્ક રીજીયોનલ ચેપ્ટરનું લોંચીંગ કરાયુ હતું.

કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાની ન્યુયોર્ક ઓફિસ મુકામે કરાયેલા લોંચીંગ પ્રસંગે ફેડરલ કોમ્યુનિકેશન્શ કમિશન ચેર શ્રી અજીત પાઇએ ચેમ્બર દ્વારા વ્યવસાય ઉપરાંત દેશને આર્થિક સધ્ધરતા આપવાના કાર્યને બિરદાવ્યું હતું. તેમજ ભારત અને અમેરિકા વચ્ચેની વ્યવસાયની તકોને પ્રોત્સાહિત કરવા બદલ સરાહના કરી હતી.

(9:06 pm IST)