Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

વર્લ્ડ વેગન વીઝન ફાઉન્ડર શ્રી એચ.કે.શાહને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડઃ કેપિટલ હિલ, વોશીંગ્ટન ડીસી મુકામે ૧૩ નવેં.ના રોજ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થી દ્વારા શ્રી એચ.કે.શાહ તથા સુશ્રી માલતી શાહનું બહુમાન કરાયું

વોશીંગ્ટનઃ વર્લ્ડ વેગન વીઝન ફાઉન્ડર શ્રી એચ.કે શાહનું તાજેતરમાં ૧૩ નવેં.૨૦૧૮ના રોજ કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામૂર્થી દ્વારા બહુમાન કરાયું હતું.

કેપિટલ હિલ વોશીંગ્ટન મુકામે યોજાયેલા થેંકસ ગીવીંગ સમારંભમાં શ્રી એચ.કે.શાહ તથા સુશ્રી માલતી શાહને તેઓની લાઇફ ટાઇમ સેવાઓને ધ્યાને લઇ બોર્ડ ઓફ મેમ્બર્સ વતી ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થીએ બહુમાન કર્યુ હતું. તેવું શ્રી મોહમ્મદ જાફર સ્નેપ્સ ઇન્ડિયા દ્વારા જાણવા મળે છે.

(12:03 am IST)