Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

યુ.કે.માં રફ ડ્રાયવિંગથી લોકોના જાનમાલને નુકશાન પહોંચાડનાર બસ કંપનીને 2.3 મિલિયન પાઉન્ડનો દંડ: ભારતીય મૂળના 80 વર્ષીય ડ્રાયવર ચન્દરસિંગે ધ્રુજતા હાથે પણ 3 વર્ષથી ડ્રાયવીંગ ચાલુ રાખ્યું હતું

લંડન : લોકોના જાનમાલ કે સલામતિની  ચિંતા કર્યા વિના છેલ્લા 3 વર્ષમાં 4 અકસ્માતનું સર્જન કરનાર ભારતીય મૂળના 80 વર્ષીય ડ્રાયવરને નોકરીમાં ચાલુ રાખનાર બસ કંપનીને યુ.કે.કોર્ટએ 2.3 મિલિયન પાઉન્ડનો દંડ ફટકાર્યો છે.

ઉંમરલાયક આ ડ્રાઇવરના હાથ પણ ધ્રુજતા હોવા છતાં તેને નોકરીમાં ચાલુ રાખવામાં આવ્યો હતો.જે બદલ યુ.કે.કોર્ટએ આ ડ્રાયવરને 2 વર્ષ માટે નિગેહબાની હેઠળ રાખવાનો તથા તેને માનસિક સારવાર આપવાના હુકમ સાથે કંપનીને ઉપરોક્ત દંડ ફટકાર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.  

(6:16 pm IST)