Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

અમેરિકાના શિકાગો ખાતેના ભારતીય પત્રકાર ભદ્રેશભાઈ ઝવેરીનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન : 19 ઓક્ટો ના રોજ અંતિમ શ્વાસ લીધા : વિશાળ ચાહક વર્ગએ શ્રદ્ધાંજલિ આપી

શિકાગો : અમેરિકાના શિકાગો ખાતેના ગુજરાત દર્પણના પ્રતિનિધિ શ્રી ભદ્રેશભાઈ ઝવેરીનું 19 ઓકટોના રોજ હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થતા તેમને શ્રદ્ધાંજલિ આપવા બાર્ટલેટ મુકામે 18 નવે.ના રોજ મહાવીર જૈન મંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું

 તેમનો જન્મ 22 મે 1954 ના રોજ વડોદરા મુકામે થયો હતો.અમેરિકામાં સ્થાયી થયા બાદ તાજેતરમાં કામ અર્થે ભારત ગયા હતા.જ્યાં દશેરાના દિવસે અચાનક હાર્ટ એટેક આવતા તેમનું દુઃખદ અવસાન થયું હતું તેઓ તેમની પાછળ ધર્મપત્ની જ્કસાબેન,પુત્ર ધ્રુમિલ,પુત્રવધુ ગગન,અને એરેજને સહિત વિશાળ ચાહકવર્ગને  વિલાપ કરતા છોડી ગયા છે.

 તેઓ રિલિજિયસ સેક્રેટરી તરીકે મહાવીર તથા ભારતીય સિનિયરમાં સેવાઓ આપતા હતા.તેમના ભાઈઓ તથા બહેનોએ શ્રદ્ધાંજલિ આપતા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.ઉપસ્થિતોએ સ્વ.ભદ્રેશભાઈના પરિવાર ઉપર આવી પડેલી આપત્તિમાં દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેમજ સદગતના આત્માને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.તેવું શ્રી જયંતિ ઓઝાની યાદી જણાવે છે.

(12:55 pm IST)