Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

બ્રહ્મભટ્ટ સમાજનું આંતરરાષ્ટ્રીય સંમેલન 'બ્રહ્મભટ્ટ સંગમ' 16 ડિસેમ્બરે લખનઉ ખાતે

લખનૌ :  બ્રહ્મભટ્ટ સમાજને એક કરનારો ભવ્ય અને વિશાળ સામાજિક કાર્યક્રમ બ્રહ્મભટ્ટ સંગમ આયોજક સમિતિ દ્વારા 16 ડિસેમ્હર 2018ના ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન, ગોમતી નગર, લખનઉ (ઉત્તર પ્રદેશ) ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સવારે 9 વાગ્યે શરૂ થશે. એના મુખ્ય યોજક અભિલાષ ભટ્ટ છે. કાર્યક્રમમાં પ્રવેશ નિશુલ્ક છે.

   જાતિના આધારે બ્રહ્મણોના હજારો પ્રકાર થઈ ગયા છે. ઉત્તર ભારતીય બ્રાહ્મણોના પ્રકાર અલગ છે તો દક્ષિણ ભારતીય બ્રહ્મણોના અલગ પ્રકાર અને લોકોની અટક જેમ કે ભટ્ટ, શર્મા, રાય, તિવારી વગેરે. જેના કારણે એક બીજાને ખબર નથી નથી કે ક્યા લોકો ક્યા સમાજના છે? બ્રહ્મભટ્ટ અને ભટ્ટ વગેરે દરેક બ્રાહ્મણો એક સમાજનો હિસ્સો છે. જેને એક કરવા, એક બીજા વિશે જાણકારી મેળવી શકે, લોકો એમના પૂર્વજો વિશે જાણકારી મેળવી શકે અને સમાજની યુવા પેઢી એકત્ર આવી કામ કરી શકે માટે બ્રહ્મભટ્ટ સંગમનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્મભટ્ટ સંગમ આયોજન સમિતિમાં અભિલાષ ભટ્ટ, નાગેન્દ્ર શર્મા, અવિનાશ રાય, રાજમણિ શર્મા, જચંદ શર્મા, યોગેશ ચંદ્ર ભટ્ટ, મનીષ મહાજન, અવિપિન ત્રિપાઠી, શંભુનાથ ભટ્ટ, સંજીવ ભટ્ટ, અરૂણ રાય છે. કોઇને હોદ્દો અપાયો નથી, પણ બધા સાથે મળી સમાજના ઉત્કર્ષ માટે કાર્ય કરી રહ્યા છે. જોકે સમગ્ર કાર્યક્રમ અભિલાષ ભટ્ટની દેખરેખ હેઠળ આયોજિત થઈ રહ્યો છે. જેમાં દેશ-વિદેશના હજારો લોકો ભાગ લઈ રહ્યા છે. એક સામાજિક કાર્યક્રમ છે અને એને રાજકીય પક્ષ કે સંસ્થા સાથે કોઈ લેવાદેવા નથી. કાર્યક્રમ નિસ્વાર્થ ભાવનાથી બ્રહ્મભટ્ટ સમાજનાઉત્કર્ષ માટે યોજવામાં આવ્યો છે.

  બ્રહ્મભટ્ટ સંગમ આયોજક સમિતિના શ્રી અભિલાષ ભટ્ટ કહે છે કે, આપણા સમાજના લોકો એકબીજાને ઓળખતા નથી અને તો આપણે એકત્ર આવ્યા છીએ. જેને કારણે આપણે તો એક બીજાને ટેકો આપી શકીએ છીએ કે નથી ઓળખી શકતા. કાર્યક્રમ દ્વારા એક બીજાને અને આપણા પૂર્વજો વિશે જાણીશું. જેના થકી લોકોને લગ્ન, વિવાહ, નોકરી, ધંધો વગેરેમાં એક બીજાનો સહયોગ મળશે અને સાથે મળી બ્રહ્મભટ્ટ સમાજને એક નવી બુલંદી પર લઈજશું.  સામાજિક કાર્યક્રમ બ્રહ્મભટ્ટ સંગમમાં પ્રવેશ નિશુલ્ક છે. પરંતુ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. એ માટે તમે અભિલાષ ભટ્ટને ફોન નંબર 7007118736 પર સંપર્ક કરી શકો છો અથવા વૉડ્સઍપ કરી શકો છો. અથવા abhilashbhatt@gmail.com પર સંપર્ક કરી શકો છો.તેવું શ્રી સંજય શર્મા રાજ ની યાદી જણાવે છે.

(8:49 am IST)