Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

બ્રિટનમાં હત્યાના આરોપસર ભારતીય મૂળનો 36 વર્ષીય યુવાન ગુરજીત સિંહ લાલ દોષિત : 69 વર્ષીય એલન ઈશીકીની ચાકુ મારી હત્યા કરી હતી : ડિસેમ્બર માસમાં સજા ફરમાવાશે

લંડન : બ્રિટનમાં મામૂલી કારણસર ચાકુ મારી હત્યા કરી નાખવાના આરોપસર ભારતીય મૂળના યુવાનને કોર્ટે દોષિત ગણ્યો છે.
ગયા વર્ષે બનેલી ઘટનાની  પ્રાપ્ત વિગત મુજબ 69 વર્ષીય એલન ઇશિકી પબમાંથી ડ્રિન્ક કરી ઘેર પાછો ફરી રહ્યો હતો ત્યારે શેરીમાં થુક્યો હતો જે માટે ઝગડો થયા બાદ ભારતીય મૂળના  36 વર્ષીય યુવાન  ગુરજીત સિંહ લાલે ચાકુ મારી તેની હત્યા કરી નાખ્યાનો આરોપ હતો.જે પુરવાર થતા તેને  ડિસેમ્બર માસમાં સજા ફરમાવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:06 pm IST)