Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

પોલેન્ડમાં ગર્ભપાત ઉપર પ્રતિબંધ : હજારો લોકો સડક ઉપર ઉતરી આવ્યા : કાળા

કાયદા વિરુદ્ધ માનવ અધિકાર સંગઠન ,કાઉન્સિલ ઓફ યુરોપ સહીત અનેક સંસ્થાઓએ નારાજગી વ્યક્ત કરી

વોરસો : પોલેન્ડની કોર્ટએ ગુરુવારે ગર્ભપાત ઉપર પ્રતિબંધ મૂકી દેતા હજારો લોકો સડક ઉપર ઉતરી આવ્યા હતા.તથા આ કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો.કોર્ટના અભિપ્રાય મુજબ અવિકસતીત ભ્રુણ દૂર કરવાનો કોઈને અધિકાર આપી શકાય નહીં.ગર્ભપાતની મંજૂરી આપે તે કાનૂન લોકોની ઝીંદગીની રક્ષા કરવામાં નિષ્ફ્ળ ગણાય .
કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ દેશમાં અનેક જગ્યાઓ ઉપર રેલી નીકળી હતી.જેમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે પણ હજારો લોકો જોડાયા હતા તથા કોર્ટના આ ચુકાદા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.લોકોએ આ કાયદાને કાળો કાયદો ગણાવ્યો હતો.માનવ અધિકાર સંગઠન ,કાઉન્સિલ ઓફ યુરોપ સહીત અનેક સંસ્થાઓએ આ કાયદાને દેશ માટે શરમજનક ગણાવ્યો હતો .

(5:54 pm IST)